તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લામાં હરિયાણાથી દારૂ ઘુસાડાયાની ડ્રાઇવરની કબુલાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજ પોલીસે સોમવારે રાત્રે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરી રહેલી હરિયાણા પાસિંગની એક ટ્રકને ઝડપી પાડી, બે શખ્સોની અટક કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના 1 લી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં ગાડીના માલિકે જ દારૂનો જથ્થો ભરી આપી, ગુજરાત પહોંચવા કહ્યું હોવાનું બહાર આવ્યું છે.

કપડવંજ પોલીસે વટાણાની આડમાં ટ્રકમાં લઇ જવાઇ રહેલો દારૂનો જથ્થો ઝડપી પાડી, રૂ.35.68 લાખનો મુદ્દામાલ કબજે લઇ ચાલક હરમનદીપસિંગ કર્નલસીંગ ઇન્દ્રસીંગ જટ્ટ (શીખ) (રહે.બલદેવનગર, હરિયાણા) તથા ક્લીનર પાલારામજી કશ્મિરચંદ પુંજુરામ ઓડ (રાજપુત) (રહે. બૈરૂન હદુદ કમેટી, હરિયાણા)ની અટક કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના 1 લી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં હરિયાણાથી ટ્રકના માલિકે માલ ભરીને, ગુજરાત જવા કહ્યું હતું અને ગુજરાત પહોંચ્યા બાદ ફોન ઉપર સૂચના આપીશ તેમ જણાવ્યું હતું. જોકે, પોલીસ પૂછપરછમાં ગુજરાત અને હરિયાણા વચ્ચે દારૂના નેટવર્કની સ્ફોટક માહિતી બહાર આવી હતી. હાલ પોલીસે બંને ઝડપાયેલા આરોપીઓએ કરેલી કબુલાતના આધારે ટ્રક માલિકની તપાસ હાથ ધરી છે અને મોબાઇલ નંબર અને ટ્રક નંબરના આધારે જે તે વ્યક્તિ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.

હોટલ શોધતા ત્યારે જ ઝડપાઇ ગયા
રિમાન્ડમાં ચાલકે કબુલાત કરી હતી કે, કપડવંજ નજીક આવતાં જ ગાડીના માલિકનો સંપર્ક સાધતાં તેઓએ કોઇ વ્યવસ્થિત હોટલ કે જ્યાં વધુ પ્રમાણમાં ગાડીઓ રોકાતી હોય તેવી હોટલમાં રાત રોકાવ, સવારે તમને માણસ લેવા આવશે અને તે કહે ત્યાં ગાડી લઇને જજો. આકાની સૂચનાના આધારે ચાલક અને ક્લીનર કપડવંજમાં સૂચના મુજબની વ્યવસ્થિત હોટલ શોધતા હતા તે સમયે જ કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો