તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધામાં 3.20 લાખના ચેક રીટર્ન કેસમાં 1ને વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધાના અલીણાના સોનીપુરા ખાતે રહેતા મંગળભાઇ જેણાભાઇ ચૌહાણની પાસેથી ઝાલભાઇની મુવાડી (તા. મહુધા)માં રહેતા બુધાભાઇ ડાભીએ તમાકુ ખરીદી હતી. 2015માં મંગળભાઇએ પોતાના ખેતરમાં ઉગાડેલી 206 મણ અને 8 કિલો જેટલી તમાકુ મણના રૂ. 1600ના ભાવે કુલ રૂ. 3,29,600માં બુધાભાઇ ડાભીને વેચી હતી. આ વેચાણ પેટે બુધાભાઇએ વટાવ બાદ કરતા રૂ. 3.20 લાખનો ચેક કેડીસીસી, કઠલાલ શાખાનો 27મી જુલાઇ, 15ની તારીખનો ચેક આપ્યો હતો. જે 15મી સપ્ટેમ્બર,15ના રોજ અલીણા કેડીસીસીની શાખામાં જમા કરાવવા જતાં બુધાભાઇ ડાભીના એકાઉન્ટમાં અપૂરતા બેલેન્સના કારણે ચેક રિટર્ન થયો હતો.જે અંગે કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ બી.એન. વાસ્તવે બુધાભાઇ પ્રતાપભાઇ ડાભીને એક વર્ષની સાદી કેદની સજા કરી છે.

અન્ય સમાચારો પણ છે...