તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદની 6 ગ્રામ પંચાયતોમાં ગ્રામ સચિવાલયનાં કામો અધૂરા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ તાલુકાની છ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સચિવાલય બનાવવા પાછળ સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે. આ ગ્રામ પંચાયતોમાં પીપળાતા, દવાપુરા, નાનાવગા, નવાગામ, મરીડા તેમજ અલિન્દ્રાનો સમાવેશ થાય છે. કેન્દ્રમાં સરકાર બદલાતા રાજીવ ગાંધી કોમ્યુનિટી સેન્ટર યોજનાનું નામ બદલી તેને મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલય નામ આપવામાં આવ્યું. જોકે, નામ બદલાવવા છતાં પણ ખેડા જિલ્લા પંચાયતની છ ગ્રામ પંચાયતોમાં અગાઉ શરૂ કરાયેલા કામો પૂરા ન થતા બાંધકામ કરેલી જગ્યા ખંડેરમાં ફેરવાઇ ગઇ છે. અંદર અને બહાર ઝાડી-ઝાંખરાનું જંગલ ઉગી ગયું છે. છતાં તંત્ર તરફથી છ ગ્રામ સચિવાલયોનું કામ પૂર્ણ કરવામાં ઘોર બેદરકારી દાખવાતા રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે. બીજી બાજુ જે તે ગ્રામ પંચાયતોના મકાનો જર્જરિત બનવા લાગ્યા છે.

પીપળાતા, દવાપુરા, નાનાવગા, નવાગામ, મરીડા તેમજ અલિન્દ્રાનો ગ્રામ સચિવાલય યોજનાનો ફિયાસ્કો
પીપળાતામાં 10.43 લાખનો ખર્ચ છતાં કામ અધૂરું
પીપળાતામાં રાજીવ ગાંધી ગ્રામ સચિવાલયના બાંધકામ પાછળ 10.43 લાખ ખર્ચ કરાયો છે. છતાં કામ પૂર્ણ ન થતા જગ્યા નકામી બની ગઇ છે. આ કામ પાછળ અંદાજિત ખર્ચ રૂ. 13.90 લાખ મંજૂર કરાયા હોવાનું તાલુકા વિકાસ એજન્સી દ્ધારા જણાવાયું છે.

દવાપુરામાં 5.75 લાખનો ખર્ચ પછી પણ કામ બાકી
દવાપુરામાં એરંડીયાપુરા અને જોરાપુરાનો સમાવેશ થાય છે. જેના માટે રૂ. 14.65 લાખના ખર્ચે રાજીવ ગાંધી કોમ્યુનિટી સેન્ટર મંજૂર કરાયું હતું. જે પૈકી અત્યાર સુધી રૂ. 5.75 લાખનો ખર્ચ કરી કામ અધૂરૂ છોડાતા ચણતર કરાયેલી જગ્યા ભૂતિયાવાસ બની છે.

વસોના મિત્રાલમાં રૂ. 1 લાખનું ચૂકવણું બાકી
વસો તાલુકાના મિત્રાલ ગામે મનરેગા યોજના અંતર્ગત મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલયનું કામ પૂર્ણ કરાયું છે, અને તેનું લોકાર્પણ કરાયાને પણ ત્રણ વર્ષ વીતી જવા છતાં તાલુકા ગ્રામ વિકાસ એજન્સી દ્ધારા રૂ. 1 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું નથી.

મરીડા, નાનાવગા, નવાગામમાં પણ યોજના ખોરંભે
આ જ રીતે મરીડા, નાનાવગા, નવાગામ તથા અલિન્દ્રામાં પણ રાજીવ ગાંધી કોમ્યુનિટી સેન્ટરની યોજનાને મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલયમાં ટ્રાન્સફર કરાઇ હોવા છતાં કામો અધૂરા જ છે. તેની પાછળ પણ લાખો રૂપિયાનો ધુમાડો કરાયો છે. એક બાજુ હાલની ગ્રામ પંચાયતોના મકાનો જર્જરિત થવા લાગ્યા છે, આ યોજના ક્યારે પૂર્ણ કરાશે ? તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો