તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રામાણિકતા-નૈતિકતાથી જો પુરુષાર્થ કરાય તો ધ્યેય સુધી પહોંચી શકશો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ શહેરના યોગીફાર્મ ખાતે શનિવારે યુવાનોમાં આધ્યાત્મની સમજ આપવા સાથે એક અનોખું જોમ ભરતાં પૂ.જ્ઞાનવત્સલ સ્વામી સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના દરેક પ્રવચન જેમ એક નવો જુસ્સો, નવો જોમ અને ધ્યેય સુધી પહોંચવાની હિંમત પૂરી પાડનાર હોય છે, તેવી જ રીતે યોગી ફાર્મ ખાતે પણ તેમણે યુવાનોને પુરૂષાર્થ કરી, ધ્યેય સુધી સફળતા હાંસલ કરવાની સલાહ આપી હતી.

નડિયાદના યોગીફાર્મ ખાતે સભામાં હાજર યુવાનોને સંબોધતાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રામાણિકતા અને નૈતિકતાથી જો પુરૂષાર્થ કરવામાં આવે તો નક્કી કરેલા ધ્યેય સુધી, સફળતાના શિખરે પહોંચી જ શકશો. વિશ્વમાં એવા પણ લોકો છે જે વર્ષમાં 500 કરોડનો પગાર મેળવે છે. એવા યુવકો છે જે અભ્યાસ કરતાં હોય, ત્યારે કંપનીઓ તેમને હાયર કરવા માટે સામેથી આવે છે અને મસમોટી ઓફર આપે છે. પુરૂષાર્થ વગર કોઇ સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. વિશ્વ વિખ્યાત પિયાનો વાદકને પણ દિવસના 18 કલાક પુરૂષાર્થ કરવો પડે છે ત્યારે એ એક મુકામ ઉપર પહોંચી શકે છે. કોઇપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પુરૂષાર્થ જરૂરી છે અને પુરૂષાર્થ કરનારાને ભગવાનના આશિર્વાદ પણ મળે જ છે.

પ્રમુખ સ્વામી યુવાનોને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસને સ્પીરિચ્યુઆલીટીમાં લાવી શક્યા
પૂ.જ્ઞાનવત્સલ સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામીની એ સિધ્ધિ જ કહી શકાય કે તેઓ યુવાનોને મેઇન સ્ટ્રીમ સોશ્યલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પીરિચ્યુઆલીટીમાં લાવી શક્યા.

પ્રવચન સાંભળી અનેરો કેફ ચઢ્યો
પૂ.જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન સાંભળ્યા બાદ, ત્યાં હાજર દરેક યુવાનના ચહેરા ઉપર એક અનોખો આત્મસંતોષ જોવા મળ્યો હતો, એક ચમક જોવા મળી હતી. યુવાનો સભામાંથી બહાર આવ્યા ત્યારે એક કેફ - એક આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો