તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખડોલમાં વહેમ રાખીને પતિએ પત્નીને માર માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ તાલુકાના આખડોલ ગામે પત્ની ઉપર વહેમ રાખીને તેને મારમારી, પિયર મૂકી આવ્યા બાદ તેને મળવાં પણ ન આવનાર પતિ વિરૂધ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદના આખડોલ ગામે રહેતા વિલાસબેન રઇજીભાઇ બારૈયાના લગ્ન દિપક રાવજીભાઇ પરમાર સાથે થયા હતા. ગત તા.1 જાન્યુઆરીના રોજ વિલાસબેન તેમના 3 વર્ષના દીકરા માટે ગામમાં આવેલી દુકાનમાં ચોકલેટ લેવા ગયા હતા. જ્યાંથી ઘરે પરત આવતાં તેમના પતિ દિપકે તેની સાથે તકરાર કરી, અપશબ્દો બોલી, તું મહેન્દ્ર ધનજીભાઇ પરમાર સાથે કેમ બોલું છું, હવે પછી તું બોલીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇને ધારિયું ઉગામતાં વિલાસબેનને હાથના કાંડા પાસે તેમજ ઘુંટી ઉપર વાગતાં દિપક તેમને સારવાર અર્થે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો જ્યાં તબીબને પડી જવાથી ઇજા થઇ હોવાનું વિલાસબેને જણાવ્યું હતું. સારવાર બાદ દિપક પત્નીને તેના પિયર મૂકીને આવ્યો હતો. બાદમાં ન તો તેણે વિલાસબેનને સારવારના પૈસા આપ્યા કે ન તે ખબર કાઢવા આવ્યો. જેથી અંતે આ મામલે વિલાસબેને પતિ દિપક પરમાર વિરૂધ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો