તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં મહાવીર જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રામાં સેંકડો જૈન બંધુઓ જાેડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહિંસા અને સત્યના માર્ગનો ઉપદેશ કરનાર ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની નડિયાદ સહિત જિલ્લાભરમાં ભક્તિભાવથી ઉજવણી કરાઇ હતી. નડિયાદમાં જિનાલયોમાં ભગવાનના શ્રૃંગાર સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈનમુનિ સહિત સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નડિયાદમાં બુધવારે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે અજિતનાથ જિનાલય તથા સુપાર્શ્ચનાથ જિનાલયોમાં ભગવાનના શણગાર કરાયા. જેમાં દેવચકલા ખાતે આવેલા અજિતનાથ જિનાલયથી સવારે શોભાયાત્રા કાઢી હતી. જેમાં ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી રાજમાર્ગો પર શોભાયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું.

દર્દીઓને મિઠાઇ અને પ્રસૂતાઓને કીટ અપાઇ
મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે જૈન સોશ્યલ ગૃપ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા 150થી વધુ દર્દીઓને મિઠાઇનું વિતરણ કર્યું હતું. જિજ્ઞેશભાઇ શાહે જણાવ્યું હતું કે, સમજુલક્ષ્મી હોસ્પિટલમાં બાળકોને જન્મ આપનાર પ્રસૂતા મહિલઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું હતું.

કપડવંજમાં મહાવીર જયંતિ નિમિત્તે શોભાયાત્રા
કપડવંજમાં બુધવારના રોજ મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર નીકળી હતી. સાંજે નગરના નવ દહેરાસરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. કપડવંજના સમસ્ત જૈન સંઘના ભાઈ બહેનોએ વિશાળ સંખ્યામાં ધર્મનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...