તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસોના રૂણમાં ભાભારામ મંદિરને જોડતા સાંકડા રસ્તાથી હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વસો તાલુકાના રૂણમાં આવેલા પ્રસિધ્ધ ભાભારામ મંદિરને જોડતા સીંગલ પટ્ટી હોવાથી અવરજવરમાં લોકોને હાલાકી વેઠવી પડે છે. વર્ષો અગાઉ બનાવેલા આ રસ્તાનું માપ હાલના સમયમાં ચાલે તેમ નથી. તેથી આ રસ્તાને પહોળા કરવાની માંગ ઉઠી છે.છતાં પંચાયત દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. રૂણ ગામે આવેલા ભાભારામ મંદિરનું મંદિર પ્રસિધ્ધ હોવાથી વસો તાલુકા ઉપરાંત ચરોતર અને અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં આસ્થાળુઓ આવે છે. સીંગલ પટ્ટી રસ્તા પરથી વાહનોને પસાર થવામાં પણ હાલાકી પડે છે. તેથી ગામમાં ભાભારામ મંદિરેથી કન્યા છાત્રાલય તેમજ વસો રોડ તરફ આવેલી નાની કેનાલ સુધીના મળી બે રસ્તાને પહોળા કરવાની માંગ ગ્રામજનો દ્ધારા કરાઇ છે.

રૂણમાં મંદિરનો રસ્તો સાંકડો રસ્તો પ્રજા માટે શિરદર્દ સમાન બન્યો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો