તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં અન્ડર 23 વન ડે ક્રિકેટ મેચમાં રેલવે સામે ગુજરાતનો 61 રનથી વિજય થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદના આંગણે રમાઇ રહેલી મેન્સ અન્ડર 23 ક્રિકેટ મેચમાં રવિવારના રોજ રેલવે અને ગુજરાત વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ગુજરાતનો 61 રને વિજય થયો હતો. આ જીત સાથે ગુજરાતે ટૂર્નામેન્ટમાં વિજયનો સ્વાદ ચાખ્યો હતો.

રેલવે એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ગુજરાત 49.3 ઓવરમાં 204માં જ ઓલઆઉટ થઇ ગયું હતું. જેમાં ક્ષીતીજ પટેલના 76 રન અને યશ ગરધરીયાના 56 રન મહત્વના રહ્યાં હતાં. બોલીંગમાં રેલવેના યુવરાજસિહે 32 રનમાં 4 અને ધ્રુશાંત સોનીએ 31 રનમાં 3 વિકેટ ખેરવી હતી.

જોકે, રેલવે ફક્ત 143 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. જેમાં અવિજીતસિંહ 57 રન, રીષભ મિશ્રાના 34 રન મહત્વના રહ્યાં હતાં. ગુજરાતની બોલીંગમાં કથન પટેલે 16 રનમાં 4 વિકેટ, જયવીર પરમારના 19 રનમાં 2 વિકેટ મેળવી હતી. આ મેચમાં ગુજરાતનો 61 રને વિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો