તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગળતેશ્વર-વસોમાં સવા ઇંચ, તો ઠાસરા-મહેદાવાદમાં પોણો ઇંચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસો માસના આરંભની તૈયારી છે, ત્યારે સામા આસોએ વરસાદે અષાઢનો માહોલ સર્જયો છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વરસાદનો સિલસિલો શુક્રવારે પણ ચાલી રહ્યો હતો. સમગ્ર ખેડા જિલ્લામાં શુક્રવારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો.

ગુરૂવારે મોડી રાત્રે મહેમદાવાદ પંથકમાં પોણા ત્રણ ઇંચ તો મહુધા અને ઠાસરા તાલુકાઓમાં સવા-સવા ઇંચ ઉપરાંત કપડવંજ પંથકમાં 24 અને કઠલાલ પંથકમાં 21 મી.મી. વરસાદ વરસ્યો હતો. એ પછી શુક્રવારે સવારથી ખેડા જિલ્લાના વિવિધ સ્થળોએ વરસાદ અટક્યો નહોતો. જેમાં ગળતેશ્વર અને વસો તાલુકામાં સવા ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત નડિયાદ પંથકમાં 9 મી.મી., માતરમાં 4 મી.મી., ખેડામાં 2 મી.મી., મહેમદાવાદમાં 16 મી.મી., મહુધામાં 1, મી.મી., કઠલાલમાં 11 મી.મી., કપડવંજમાં 2 મી.મી. તેમજ ઠાસરા તાલુકામાં 16 મી.મી. વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શુક્રવારે દિવસભર આકાશમાં વાદળોની ઘેરાબંધી રહી હતી. જેના કારણે સમયાંતરે વરસાદનો દોર જારી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હવે શનિ-રવિવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આસો માસમાં નવરાત્રિ મહોત્સવની તૈયારી થઇ રહી છે, ત્યારે મેઘરાજાની એન્ટ્રી પણ ચાલુ રહેતા ગરબાના આયોજકો તથા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે, તો ખેડૂતો સહિત પ્રજામાં પણ ચિંતાના વાદળો ઘેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...