તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધામાંથી જુગાર રમતાં 7 જુગારી ઝડપાયા : 1 ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમીના આધારે મહુધામાં બાતમીના આધારે જુગાર રમી રહેલા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જોકે જ્યાં જુગાર રમવામાં આવી રહ્યો હતો તે મુખ્ય આરોપી સાથે મહુધા પોલીસના અધિકારીઓને ઘરોબો હોવાની ચર્ચા પણ નગરમાં છે. થોડા સમય અગાઉ એક જુલુસમાં આ શખ્સે મહુધા પોલીસ મથકના અધિકારીઓ સાથે ફોટા પડાવ્યા હતા. હાલમાં આ આરોપીને એલ.સી.બી. એ જુગારના ગુનામાં ધરપકડ કરતાં, ચકચાર મચી છે.

ખેડા સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે બાતમીના આધારે મહુધા ચકલી વિસ્તારમાં દરોડો કરી જુગાર રમી રહેલા મહંમદફારૂક અબ્દુલલતીફ શેખ (રહે.મહુધા), જીગરખાન ઉર્ફે કાકા રસુઇલખાન પઠાણ (રહે.નડિયાદ), મુસ્તાક

અનુસંધાન પાના નં-3

મહંમદફારૂખ સાથે સ્થાનિક પોલીસને ઘરોબો
જેના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે તે મહુધાના કાજીની હવેલી ખાતે રહેતો મહંમદફારૂખ અબ્દુલલતીફ શેખ કસ્બા ઉત્સવ કમિટી મહુધાનો પ્રમુખ છે. મહુધામાં નીકળેલા જુલુસ દરમિયાન મહુધા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર જી.એ.પટેલ મહંમદફારૂખની બાજુમાં ઝંડો લઇને ઉભા હતા અને તેની સાથે તસ્વીરો પણ પડાવી હતી. જેને લઇને જે તે સમયે જ સ્થાનિક પોલીસને મહંમદફારૂખ સાથે ઘરોબો હોવાની ચર્ચા નગરમાં ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...