Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપડવંજ ચેકપોસ્ટથી દારૂની હેરાફેરીમાં ચારની અટક
કપડવંજ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે પોલીસને બાતમી મળી હતી કે, મોડાસા બાયડ તરફના રોડ ઉપરથી એક કારમાં કેટલાક ઇસમો પાયલોટીંગ કરીને આઇસરમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા તરફ લઇ જનાર છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ વોચમાં ગોઠવાઇ હતી. દરમિયાન બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તેમાં બેઠેલ 3 ઇસમોને તેમના નામઠામ પુછતાં, ત્રણેય પોતાની ઓળખ પંકજ રામચંન્દ્ર અગ્રવાલ, ચુન્નીલાલ લાલુરામજી ડાંગી તથા ભગવાનલાલ રામલાલ ડાંગી તરીકે આપી હતી. આ શખ્સોએ આઇસર મીની ટ્રકમાં ચાલક ભજારામ ગણેશજી ડાંગીને સાથે રાખી રાજસ્થાનના ભરત લંગડા નામે ઓળખાતા ઇસમે ખેરવાડા નજીકથી ભરાવીને પોતાને પાયલોટીંગ માટે મોકલ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે રૂ. 10.56,000 ની કિંમતની દારૂની 2112 બોટલ, મીની આઇસરની કિંમત રૂ.8 લાખ, કારની કિંમત રૂ. 5 લાખ તથા અંગજડતીમાંથી મળેલ રૂ. 5,500 ની કિંમતના 7 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 23,51,500 નો મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.