તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત સન્માન : ખેડા જિલ્લાના 1.43 લાખ ખેડૂતને 28.77 કરોડની સહાય ચુકવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લામાં રવિવારના રોજ કિસાન સન્માન નીધિ - પીએમ કિસાન યોજનાનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં 1.43 લાખ ખેડૂતોને યોજના હેઠળ પ્રથમ હપ્તામાં રૂ. 28.77ની સહાય ચુકવવામાં આવશે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇ, કલેક્ટર સુધીર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન. મોદી વિગેરે હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જિલ્લાના 1,92,332 ખેડૂતોને લાભ મળશે. જે પૈકી 1,43,850 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ તમામ ખેડૂતોને પ્રધાન મંત્રી કિસાન યોજના હેઠળ પ્રથમ હપ્તાના રૂ.2000ની ઇનપુટ સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે. જિલ્લાના ખેડૂતોને પ્રથમ હપ્તામાં રૂ.28.77 કરોડ ઉપરાંતની રાશિ ખેડૂતોના ખાતામાં જમા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો