તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા પંચાયતની પ્રા.શાળાઓમાં વધારાના એચટાટ નડિયાદ તાલુકાના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વધના 44 એચટાટ મુખ્ય શિક્ષકોમાં સૌથી વધુ 16 નડિયાદ તાલુકાની શાળાઓના એચટાટ છે. સોમવારે યોજાયેલા બદલી કેમ્પમાં નડિયાદના એક પણ એચટાટે સી.આર.સી.ની ફરજ સ્વીકારી નથી. જેને લઇ 16 જેટલા એચટાટ વધમાં રહેશે, તો બીજી બાજુ સી.આર.સી.ની જગ્યા ખાલી રહેશે. તા. 6 જાન્યુઆરીના રોજ ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓના વધ પડતા એચટાટ મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત નડિયાદ તાલુકાના એચટાટે કોઇ જગ્યાએ સી.આર.સી.ની બદલી સ્વીકારવા માટે સંમતિ આપી નથી. જ્યારે વિભાગે પણ તેમની ફરજિયાત બદલી માટે કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.

એચટાટની બદલી અટકાવવા માટે હાઇકોર્ટ દ્ધારા સ્ટે ઓર્ડર આપવા માંગ
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની પ્રાથમિક શાળાઓમાં એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી સામે ગુજરાત હાઇકોર્ટમાં મનાઇ હુકમ મેળવવા માટે અરજી કરાઇ છે. ડિસેમ્બર-2019માં કરાયેલી આ અરજી અન્વયે હાઇકોર્ટે તા. 7 જાન્યુઆરી, 2020ની મુદત આપી હતી. બાદમાં તા. 23 જાન્યુઆરીની મુદત આપી છે. એચટાટ મુખ્ય શિક્ષકોની બદલી અટકાવવા માટે રાજ્યના એચટાટ શિક્ષકો હાઇકોર્ટમાં ગયા છે, તેમાં ખેડા જિલ્લાના એચટાટ મુખ્ય શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો