તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંચાઇના અભાવે 10 હજાર હેક્ટરમાં ઉના‌ળંુ વાવેતર ઘટ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાં ઉનાળાના આરંભે જ પિયતની ખૂબ તકલીફ અનુભવાઇ છે. પરિણામે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે દસ હજાર હેકટર જમીનમાં વાવેતર ઘટ્યું છે. કપડવંજ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકા સહિત અન્ય તાલુકાઓમાં પિયતની મુશ્કેલીના કારણે વાવેતર ઘટ્યું છે. જેની અસર જિલ્લાના ઉનાળુ વાવેતરના આંક ઉપર થઇ છે.

ખેડા જિલ્લામાં માર્ચ માસ પછી ગરમીની શરૂઆત થયા બાદ તેનો પારો વધતો ગયો છે. એપ્રિલ માસની શરૂઆતથી જ ગરમી વધી છે. બીજી બાજુ જિલ્લાના કપડવંજ, ઠાસરા અને ગળતેશ્વર સહિતના અન્ય તાલુકાઓમાં પિયતની મુશ્કેલી શરૂ થઇ છે. ચરોતરની નહેરોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો સપ્લાય બંધ કરાયો છે. તેથી ધરતીપુત્રો પાક લઇ શકતા નથી. ખેડા જિલ્લામાં વિવિધ પ્રકારની ખેતી સારા પ્રમાણમાં થાય છે. પાણીના અભાવે કિસાનો લાચાર બન્યા છે. ગત વર્ષે પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો હતો. તેથી ઓછું વાવેતર થયું છે. ખેડા જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઘાસચારો, શાકભાજી અને અડદનું વાવેતર તો ઘટ્યું છે. જ્યારે મગ, મકાઇ અને મગફળીનું વાવેતર અડધું થઇ ગયું છે. ગત વર્ષ ડુંગળી અને ગુવાર ગમનું વાવેતર કરાયું નહોતું, જે ચાલુ વર્ષે કરાયું છે. જોકે, ઓછા વાવેતરના કારણે ખેડૂતો પણ નિરાશ છે. કુલ 48,469 હેકટરમાં વાવેતર તો થયું છે, પણ હજુ કેટલું વાવેતર સફળ થાય છે, એ પણ જોવાનું રહે છે.

ખેડૂતોની હાલત કફોડી : ગત વર્ષે ઓછા વરસાદને કારણે વાવેતરમાં ઘટાડો નોંધાયો હતો ત્યારે આ વર્ષે પાણી નહીં મળે
એપ્રિલ માસના પહેલા-બીજા સપ્તાહના વાવેતરના આંકડા
પાકનું નામ 2018 2019 (આંકડા હેક્ટરમાં)

ડાંગર 8,167 7,646

બાજરી 25,911 20,788

મકાઇ 37 20

મગ 1,139 694

અડદ 33 24

મગફળી 434 228

તલ 45 42

ડુંગળી 0 67

શાકભાજી 9,663 8,483

ઘાસચારો 13,115 10,437

ગુવાર મગ 25 32

કુલ 58,569 48,469

પિયત ઉપરાંત બીજા પ્રશ્નો પણ ભાગ ભજવે છે
કપડવંજ, ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં પિયતનો પ્રશ્ન છે. જોકે, આ જિલ્લામાં સિંચાઇની વ્યવસ્થા છે. આ ઉપરાંત ઘણાં ખેડૂતો રવિપાકમાં વધુ ધ્યાન આપે છે. જ્યારે વાવેતરમાં સ્થાનિક પરિસ્થિતિ પણ ભાગ ભજવે છે. ઘણીવાર ખેડૂતો પરિસ્થિતિ પ્રમાણે વાવેતરનો નિર્ણય કરતા હોય છે. ગત વર્ષે વરસાદ ઓછો થવાને કારણે ખેડૂતો સારો પાક લઈ શક્યા ન હતા. આ વર્ષે સિંચાઇનું પાણીના અભાવે ખેડૂતો યોગ્ય પાક લઇ શક્યા નથી. જેના કારણે વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ઉપરાંત પિયત ઉપરાંત અન્ય પ્રશ્નો પણ ઓછા વાવેતરમાં ભાગ ભજવે છે. જેથી વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. એ.આર. સોનારા,, જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેડા-નડિયાદ

અન્ય સમાચારો પણ છે...