દીકરીના જન્મદિને શાળાની બાળાઓને આઇસ્ક્રીમનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | લાયન્સ ક્લબ, નડિયાદ વાઇબ્રન્ટ દ્વારા ક્લબના ખજાનચી જાગૃતભાઈ શાહ અને લા. વિભાબેન જે શાહની દીકરી આરૂષિના જન્મદિન નિમિતે નગર પ્રાથમિક શાળા નં. 3, ખોડિયાર માતા મંદિર સામે, નડિયાદ ખાતે શાળાની 130/- જેટલી કન્યાઓને વિનામૂલ્યે આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યુ હતું. બાળાઓએ હર્ષભેર આઇસ્ક્રીમની મજા માણી હતી. આ પ્રસંગે સંસ્થાના અમિત સોની, ભાલચંદ્ર બ્રહ્મભટ્ટ, દાતાના પરિવારજનો, શાળાના આચાર્ય પિનાકીનભાઈ મકવાણા, શિક્ષકગણ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...