તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લા ગ્રામ વિકાસના તમામ કર્મીઓની પગારવધારો આપવા માંગ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લા ગ્રામ વિકાસમાં 11 માસ કરાર આધારિત ફરજ બજાવતા તમામ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવે છે. તેઓને સરકાર દ્વારા પુરા પાડવામાં આવતી યોજનાકીય કામો તથા તે અંગે જરૂરી અમલવારી ગ્રામ્યકક્ષાએ સુચારુ રીતે પહોંચાડી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની જોગવાઇઓ પરત્વે અમલવારી કે કાર્યવાહી કરાવવામાં આવી નથી. આ અંગે કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.

ખેડા જિલ્લામાં 2016-17માં 15મી માર્ચ, 2017ના રોજ 11 માસ કરાર આધારિત કર્મચારીઓની ન્યાયિક માંગણીઓ અંગે જિલ્લા વહીવટી તંત્રમાં અલગ અલગ કક્ષાએ આવેદનપત્ર આપી રજુઆત કરી છે. તાજેતરમાં સરકાર દ્વારા વિવિધ વિભાગના કરાર આધારિત ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારાની રજુઆતો પરત્વે હકારાત્મક નિર્મયો કર્યા છે. પરંતુ જિલ્લા ગ્રામ વિકાસના તમામ કર્મચારીઓની પગાર વધારા અંગે કોઇ જ કાર્યવાહી ન કરી આવા 11 માસ કરાર આધારિત કર્મચારીઓ ભેદભાવ રાખતા હોય તેવું સ્પષ્ટ જણાઇ આવે છે. છેલ્લા પાંચ વર્ષથી કોઇ પણ જાતનો પગાર વધારો ન મળવાને કારણે હાલ ફરજ પરના કર્મચારીઓ પોતાની વ્યાજબી માગણી હોવા છતાં પગાર વદારા અંગે તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન કરાતા જિલ્લા ગ્રામ વિકાસના તમામ કર્મચારીઓમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. વધુમાં આઈઆરડી શાખાના જિલ્લા ગ્રામ વિકાસના તમામ કરાર આધારિત ફિક્સ પગારના કર્મચારીઓને બીજી યોજનાના કર્મચારીઓ કરતાં કામગીરીનો બોજો વધુ રહે છે. આમ છતાં પગાર વધારા અંગે તંત્રએ વિચાર્યું નથી કે કોઇ નક્કર કામગીરી કે નિર્ણય કર્યો નથી. આથી, 11 માસ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓના પગાર વધારા અંગે સમય મર્યાદામાં હકારાત્મક નિર્ણય કરવા માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો