લેન્ડ જેહાદ અને લવ જેહાદથી વધતી વિધર્મી પ્રોક્સીવોર સંસ્કૃતિ માટે જોખમી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા શહેરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ત્રીજા હિન્દુ સ્નેહમિલન સમારોહને સંબોધતા હિન્દુ જાગરણ મંચના કલ્પેશસિંહ વાઘેલાએ જણાવ્યું કે, જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં વહેંચતો હિન્દુ સમાજ એક થઈ હિન્દુ ગરીબો અને જરૂરિયાતમંદો કાર્ય કરે અને તેઓના સર્વાંગી ઉત્કર્ષમાં સહભાગી બને તે આજના સમયની જરૂરિયાત હોવાનું તેમને જણાવ્યું હતું.

વધુમાં કલ્પેશસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ મંદિરના ચુકાદાની ન્યાયિક પ્રક્રિયા અને હિન્દુ આસ્થાને વધાવતા ન્યાયને તેમને દેશની શ્રધ્ધા અને સ્વાભિમાનની જીત થઈ છે. જોકે દેશ અને રાજ્યમાં વધતી જતી લેન્ડ જેહાદ અને લવ જેહાદ મામલે ઉપસ્થિત નાગરિકોને ચેતવ્યા હતા.વિધર્મી જેહાદી તત્વો મંત્ર તંત્ર અને સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી હિન્દુ યુવતીઓને છેતરી તેનો ખરાબ ઉપભોગ કરી રહ્યા છે. આવા કિસ્સાઓમાં પ્રતિદિન વૃધ્ધિ હિન્દુ સમાજ માટે ખૂબ ચિંતાજનક હોવાનું તેમને જણાવ્યું હતું. વિધર્મીઓ દ્વારા દેશની સાંસ્કૃતિક પરંપરાઓ અને ધાર્મિક આસ્થા ઉપર આક્રમણની નીતિ રીતિ બદલાઈ હોવાની વાત કરી હિન્દૂ સમાજમાં ભાગલા પડાવતા રાજકીય તત્વો અને લવજેહાદ લેન્ડ જેહાદમાં પ્રવૃત વિધર્મી તત્વો સામે સભાન, સતર્ક અને એકજૂથ થઈ લડત આપવા પણ આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...