તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોર પોલીસે બાતમીના આધારે બાજરીના ખેતરમાં સંતાડી રાખેલો વિદેશી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાકોર પોલીસે બાતમીના આધારે બાજરીના ખેતરમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે લઇ, બે શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ડાકોર પોલીસને બાતમી મળી હતી કે, ઠાસરા તાલુકાના આગરવા ગામે રહેતો વિષ્ણુ જાદવ અને નેસ ગામે રહેતો દિલીપ ઉર્ફે ભરત ઉર્ફે ચપો પરમારે ભાગીદારીમાં દારૂ મંગાવ્યો છે. આ દારૂનો જથ્થો નેસ ગામથી હરખોલ ગામ તરફ જવાના માર્ગે ડાભીપુરા સીમમાં આવેલ એક બાજરીના પાકવાળા ખેતરમાં સંતાડ્યો છે. બાતમીના આધારે ડાકોર પોલીસે ખાનગી રાહે તપાસ બાદ, ખેતરમાં દરોડો કરતાં ત્યાંથી વિદેશી દારૂની 138 બોટલ કિંમત રૂ. 69 હજારની મળી આવતાં, તે કબજે લીધી હતી. પોલીસે વિષ્ણુ અને દિલીપ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...