તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના : નડિયાદમાં નોનવેજનું વેચાણ કરનારા નવ વેપારી સામે કાર્યવાહી કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના બાદ નડિયાદ પાલિકા હરકતમાં આવી છે, અને નોનવેજના ધંધાર્થીઓ તથા જાહેરમાં થૂંકનાર સામે સકંજો કસ્યો છે. મટન-મચ્છીના કેટલાક ધંધાર્થીઓ પાસેથી રૂ. 9 હજારનો વહીવટી ચાર્જ વસૂલ્યો છે, તો જાહેરમાં થૂંકી ગંદકી કરનાર 9 શખ્સો દંડાયા છે. જેઓની પાસેથી કુલ મળી રૂ. 900/-ની દંડનીય રકમ વસૂલાઇ છે. શહેરના વૈશાલી રોડ તથા કબ્રસ્તાન ચોકડી જેવા વિસ્તારોમાં જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવનાર 9 શખ્સોની સામે દંડનીય કાર્યવાહી કરી રૂ. 900/-ની રકમનો દંડ વસૂલાયો છે. કોરોના વાઇરસ સામેની અગમચેતીરૂપેના પગલાં અંગે નડિયાદ પાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર જશુભાઇ મકવાણાનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે પ્રજામાં વધુ અવેરનેસ કેળવાય તેમજ કોરોના પ્રચાર થાય તેવા પગલાં ભરાઇ રહ્યા છે.

}કોરના જાગૃતિ માટે પ્રચાર કાર્યને વેગ અપાયો

ડાકોરમાં મંદિરમાં સ્વાસ્થ્ય વર્ધક ઉકાળાનું વિતરણ

કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જાહેર સ્વાસ્થ્ય માટે નિર્દોષ આયુર્વેદિક ઔષધિથી તૈયાર કરવામાં આવેલ આ ઉકાળાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

શહેરના જાહેર માર્ગ પર થુંકતાં નવ વ્યક્તિઓને ઝડપી ~ 900 નો દંડ વસુલ કરવામાં આવ્યો
અન્ય સમાચારો પણ છે...