તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધ મંડળીમાં 4.78 લાખની ઉચાપત કરનાર સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરીએ તેની ફરજ દરમિયાન રૂ.4.78 લાખની ઉચાપત કરતાં, આ મામલે સેવાલીયા પોલીસ મથકે ચેરમેને ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમરસિંહ વાઘેલા (રહે.અંબાવ) સેક્રેટરી તરીકે ફરજ બજાવતાં હતા. તેઓએ તેમની ફરજ દરમિયાન હોદ્દાનો દુરૂપયોગ કરીને મંડળીના કુલ રૂ. 4,78,760.61 પોતાના અંગત કામે વાપર્યા હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ અમરસિંહે પૈસાની ભરપાઇ કરવાની ખાત્રી આપી હતી, પરંતુ ઓડિટ પૂર્ણ થયા સુધી તેમણે ઉચાપત કરેલી રકમ મંડળીમાં જમા ન કરાવતાં આ મામલે મંડળીના ચેરમેન રઇજીભાઇ ચાવડાએ સેવાલીયા પોલીસ મથકે સેક્રેટરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...