તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડવંજમાં આડાસબંધના વ્હેમમાં હુમલો, 4 સામે ફરિયાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કપડવંજના મહમંદપુરામાં પરિણીતાના આડાસબંધના વ્હેમમાં બે પાડોશી વચ્ચે તકરાર થયા બાદ મામલો વણસી જતાં ગાળો બોલી ધારિયા સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સામસામે 4 શખસ વિરૂધ્ધ ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

કપડવંજના મહમંદપુરા, મુખીવાળા ફળિયા સામે રહેતાં જેસીંગભાઇ ડાભીએ એવી ફરિયાદ કપડવંજ ટાઉન પોલીસમથકમાં ગામના જ મહેશ રાઠોડ, રાકેશ રાઠોડ, હિંમત પરમાર વિરૂધ્ધ નોંધાવી છે કે, ફરિયાદીના ઘર પાસે ઉપરોક્ત શખસોએ આવી અપશબ્દો બોલતાં હોઇ ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી પુત્રવધૂ સાથેના હિંમત પરમારના આડાસબંધથી છુટાછેડા કરવા મામલે ઝઘડો કરી ત્રણે શખસે એકસંપ કરી ઇંટોડાનો ઘા કરી ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ પલાયન થઇ ગયા હતા.

સામાપક્ષે મહેશભાઇ રાઠોડે એવી ફરિયાદ પાડોશી જેસીંગ ડાભી વિરૂધ્ધ નોંધાવી કે, ફરિયાદીના ભાણિયા હિંમતભાઇ પરમારના પરિણીતા સાથેના આડાસબંધથી છુટુ કરાવેલ હોવાનું જણાવી ગાળો બોલી ધારિયું લઇ આવી ઝપાઝપી-ધક્કામુક્કી કરી હવે નામ લઇશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ અંગે કપડવંજ ટાઉન પોલીસે બન્ને પક્ષના ચાર શખસ વિરૂધ્ધ ગુનો દર્જ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો