તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડામાં કરૂણા અભિયાન: 1 કિલો ખરાબ દોરી સામે રૂ.100નું વળતર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજ્યની સાથે ખેડા જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પતંગના દોરાથી સેંકડો નિર્દોષ પક્ષીઓ ઘાયલ થતાં હોય છે. કરુણા અભિયાન 2020 અનુસંધાને ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગની નકામી દોરીઓનું કલેક્શન કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જે મુજબ જે વ્યક્તિઓ પતંગની નકામી દોરીઓનું કલેક્શન કરી વન વિભાગની તાલુકા કક્ષાની (આર.એફ.ઓ.) કચેરીઓ ઉપર તથાં કલેક્શન સેન્ટર્સ ઉપર દશ દિવસીય કાર્યક્રમમાં નકામી દોરીઓનો જથ્થો ફોરેસ્ટ ઓફિસીસમાં જમા કરાવવાનું રહેશે. તા.10મી જાન્યુઆરીથી 20મી દરમિયાન ઘાયલ થયેલાં પક્ષીઓને બચાવ, સારવાર, ચાઇનીઝ તુક્કલથી બનતાં આગના બનાવ રોકવા, જુદાજુદા વિસ્તારોમાં ફેલાયેલાં દોરી-પતંગના કચરાનો નિકાલ કરવા માટે વિવિધ સરકારી વિભાગો, સ્વયંસેવી સંસ્થાઓ, સેવાભાવી યુવાનોના સહકારથી કરુણા અભિયાન શરૂ કરાયો છે.

5 કિલોથી વધુ દોરી પર વધુ રકમ મળશે
પતંગની નકામી દોરી માટે ઓછામાં ઓછી 500 ગ્રામ લાવવાની રહેશે. જેના માટે તંત્ર દ્વારા રૂ.50 નક્કી કરવામાં આવ્યાં છે. તેવી જ રીતે એક કિલોગ્રામ દોરી માટે રૂ.100 ચુકવવામાં આવશે. જોકે, 5 કિલો કે તેથી વધુ દોરી હશે તેમને કિલો દીઠ રૂ.125 ચુકવવામાં આવશે. આમ આ મુજબ પતંગની નકામી દોરી આ મુજબ કિંમત નક્કી કરવામાં આવી છે.

કન્ટ્રોલ ઓફિસ નંબર
રેન્જ ફોરેસ્ટ ઓફિસર : 0268-2569931

પ્રકૃતિ યુથ કલબ: 9409581875(માતર)

રેન્જ ફોરેસ્ટ ઓફિસર: 02694 -285565

જૈન એલર્ટ ગ્રુપ: 97120 36655 (ખેડા)

રેન્જ ફોરેસ્ટ ઓફિસર 02694-225655

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો