તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંત નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ પર સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મેગા સ્વચ્છતા દિવસ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ નિરંકારી બાબા હરદેવસિંગજી મહારાજના 65મા જન્મ જયંતિ નિમિત્તે યોજાયો હતો.

આ કાર્યક્રમ અન્વયે નડિયાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં સંત નારાયણદાસજી સાધવાણી, સંત હુકમસિંગ બત્રાની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેનું સમગ્ર સંચાલન અશોકભાઇ સાધવાણીએ કર્યું હતું.

આ કાર્યક્રમ અન્વયે સમગ્ર ભારતમાં 765 સરકારી હોસ્પિટલો, 20 રેલ્વે સ્ટેશનો, 20થી વધુ સરકારી સ્કૂલો, 50થી વધુ જાહેર પાર્ક, 50થી વધુ બસ સ્ટેશનો, એક હજારથી વધુ જાહેર સ્થળો, દત્તક લીધેલા ગામોમાં ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકોથી વયોવૃધ્ધો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. અંદાજે એક લાખથી વધુ રોપાઓનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો