તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકલાસી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડેલા રીઢા ગુનેગારના રિમાન્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચકલાસી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડેલા રીઢા ગુનેગારના રિમાન્ડ પૂર્ણ થતાં તેને લિંબાસી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં આરોપીએ જામીન માટે કરેલી અરજી, તેની ગુનાઇત પ્રવૃત્તિઓ મામલે સરકારી વકીલે કરેલી દલીલોને પગલે માતર કોર્ટે નામંજુર કરી હતી.

ચકલાસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.બી.ચૌહાણ પોતાની ટીમ સાથે તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે, લિંબાસી પોલીસ મથકમાં થયેલ ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી ખાલીદ ઉર્ફે ભુરિયો મુસ્તાક ઢુઢીયો (રહે.ગોધરા) ગોધરાથી બસમાં દાહોદથી અમદાવાદ તરફ જઇ રહ્યો છે. જેથી પોલીસ આડિનાર ચોકડી પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમી મુજબની બસ આવતાં તેને રોકી તેમાં તપાસ કરતાં, આરોપી ખાલીદ મળી આવતાં તેની અટક કરી તેને લિંબાસી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારબાદ ખાલિદને કોર્ટમાં રજૂ કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે ગુરૂવારે પૂર્ણ થતાં, ખાલીદે કરેલ જામીન માટેની અરજી ઉપર સરકારી વકીલ હિતેશભાઇ જી.બ્રહ્મભટ્ટની દલીલોને ગ્રાહ્ય રાખી માતર કોર્ટે જામીન નામંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...