તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકલાસીના દેવકાપુરાનો યુવક ઘરેથી ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચકલાસીના દેવકાપુરામાં રહેતો યુવક ચારેક દિવસ પહેલા ઘરેથી કામ અર્થે જાવ છું તેમ કહી નીકળી ગયા બાદ ઘરે પરત ફર્યો નથી. જે અંગે પરિવારજનોમાં ચિંતાની લાગણી જન્મતા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ચકલાસી નજીક દેવકાપુરામાં રહેતો ભરત માનસીંગભાઇ વાઘેલા (ઉ.વ.21) ગત તા.11 એપ્રિલના રોજ ઘરેથી કામ અર્થે જવાનું કહીને નીકળ્યા બાદ, પરત ન આવતાં પરિવારજનો દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. સંબંધીઓ સહિત મિત્રોને ત્યાં પણ તપાસ કરાતાં તેની કોઇ ભાળ મળી નહોંતી. આ મામલે ચકલાસી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...