ચૈત્રમાં અષાઢ : વાતાવરણમાં પલટાથી કમોસમી માવઠું

Nadiad News - chaitra dislikes in the atmosphere there is a lot of tension in the atmosphere 065023
Nadiad News - chaitra dislikes in the atmosphere there is a lot of tension in the atmosphere 065023
Nadiad News - chaitra dislikes in the atmosphere there is a lot of tension in the atmosphere 065023

DivyaBhaskar News Network

Apr 17, 2019, 06:50 AM IST
ખેડા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર પણ વર્તાઇ છે. મંગળવારે સવારથી વાદળછાયા વાતાવરણના કારણે ભરઉનાળામાં વાતાવરણમાં આવેલા પલ્ટાના પગલે લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી. સાંજે વાવાઝોડું ફૂંકાતા ધૂળની ડમરીઓથી વાતાવરણ એટલું ધૂંધળું બન્યું હતું કે, વાહનોની લાઇટો કરવી પડી હતી. વાતાવરણમાં આવેલા પલ્ટા વચ્ચે માવઠાના કારણે ધરતીપુત્રો ખેતીપાકને નુકસાન થવાની ભીતિથી ચિંતિત બન્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં આવેલો પલ્ટો બીજા દિવસે પણ ચાલુ રહ્યો હતો. મંગળવારે સવારથી જ સૂર્યનારાયણ વાદળો વચ્ચે ઢંકાઇ જતા લોકોએ ગરમીથી છૂટકારો અનુભવ્યો હતો. મંગળવારે પારો ગગડીને 34 ડિગ્રી સેલ્સીઅસ સુધી પહોંચ્યો હતો. જોકે, વાદળો વચ્ચે વાવાઝોડું અને માવઠાના કારણે ખેતીપાકને નુકસાન થવાની ભીતી સાથે ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી.

કમોસમી વરસાદ : ખેડા જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું. નડિયાદ, કપડવંજમાં કમોસમી વરસાદ પડ્યો હતો

નડિયાદ સહિત પંથકમાં સાધારણ છાંટા અને વાવાઝોડું

નડિયાદ શહેર સહિત પંથકમાં મંગળવારે બપોરે સાધારણ છાંટા પડ્યા હતા. ઉપરાંત સાંજે વાવાઝોડું ફૂંકાતા માર્ગો અને સીમ વિસ્તાર ધૂળની ડમરીઓથી ઢંકાઇ ગયો હતો. પીકઅવર્સના સમયમાં આવી સ્થિતિ સર્જાતા લોકોએ દોડધામ મચાવી હતી. જોકે, થોડીજવારમાં વાતાવરણ નોર્મલ થઇ ગયું હતું.

મહેમદાવાદ સહિત અનેક સ્થળોએ ધૂળની ડમરી છવાઇ

મહેમદાવાદ નગર સહિત પંથકના હલધરવાસ, વણસોલ સૂંઢા સહિત અન્ય સ્થળોએ વાવાઝોડાના કારણે વાતાવરણ ધૂળની ડમરીઓથી છવાઇ ગયું હતું. 15મીની સાંજે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. કમોસમી માવઠાના કારણે આંબાવાડિયા પરથી કેરીઓ ખરી પડી હતી. ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે.

ડાકોર-કપડવંજમાં પણ વાવાઝોડું અને અમીછાંટણા

ડાકોર અને કપડવંજમાં પણ વાવાઝોડા સાથે અમીછાંટણા થયા હતા. પરિણામે માર્ગો પરથી પસાર થતા વાહનોએ લાઇટો ચાલુ કરવા પડ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વાદળો અને માવઠાથી વાતાવરમાં ઠંડક પ્રસરી છે, પણ ખેતીપાકને નુકસાન થાય એમ છે.

X
Nadiad News - chaitra dislikes in the atmosphere there is a lot of tension in the atmosphere 065023
Nadiad News - chaitra dislikes in the atmosphere there is a lot of tension in the atmosphere 065023
Nadiad News - chaitra dislikes in the atmosphere there is a lot of tension in the atmosphere 065023
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી