તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17મી સુધી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લામાં 31મા માર્ગ સલામતી સપ્તાહનો શનિવારથી પ્રારંભ થયો છે. આ સલામતી સપ્તાહ 17મી જાન્યુઆરી સુધી ચાલશે.

ખેડા જ િલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન વાહન ચાલકો અને જાહેર જનતાને વાહન અને ટ્રાફિકના નિયમો સંબંધિત જાગૃતિ કેળવાય અને રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તે અર્થે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ દ્વારા સપ્તાહ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખૅતે બ્રિગીંગ ચેન્જ થ્રુ યુથ પાવર થીમ પર માર્ગ સલામતી સપ્તાહ ઉજવાશે. જેમાં 13મીએ સવારે 10થી 12 મોટર વાહન નિરીક્ષક દ્વારા ટ્રાન્સપોર્ટ ડ્રાઇવરોના આંખોની ચકાસણી તથા મેડિકલ ચેકઅપ, શાળા તથા કોલેજમાં લાયસન્સ મેળવવા તેમજ લાયસન્સના નિયમો બાબતની માર્ગદર્શક સેમીનાર, રોડ સેફ્ટી કમીટીની બેઠક અને સાંસદનો સંદેશો પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત 14મીએ સવારે 10થી 12 કલાકે માર્ગ સલામતીના સ્લોગનની પ્રિન્ટીંગવાળી ટોપીનું વિતરણ કરવામાં આવશે. 15મી ના રોજ સવારે 10થી 12 કલાકે રેડીયમ રીફ્લેક્ટર લગાવવા અંગેની જાગૃતતા અને પોલીસ અધિક્ષકના માર્ગ સલામતી અંગેના વિડીયોનું પ્રસારણ કરવામાં આવશે. 16મીના રોજ સવારે 10થી 12 કલાકે રોડ સેફ્ટી સંબંધિત સીટ સેલ્ટની આવશ્યકતા, ટ્રાફિકના નિયમો અને અંડરએજ ડ્રાઇવીંગની ગંભીરતા બાબતે શાળા તેમજ કોલેજમાં સેમીનારનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો