તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી કરી રહેલો ભૂમેલનો શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દારૂની હેરાફેરી કરી રહેલા ગાડીને પકડવા માટે પીપલગ ચોકડી ખાતે વોચમાં ઉભા હતા. જોકે પોલીસને જોઇને ચાલકે ગાડી ભગાડી મૂકતાં, તેનો પીછો કરી, વસો તાલુકાના રામપુરા ગામની સીમમાંથી ગાડીને આંતરીને હેરાફેરી કરી રહેલા ભૂમેલના શખ્સને ઝડપી પાડ્યો હતો.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, એક દારૂ ભરેલી ગાડી આણંદથી નડિયાદ તરફ જઇ રહી છે. જેથી ટીમ પીપલગ ચોકડી પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમી મુજબની ગાડી આવતાં, તેને રોકવાનો પ્રયાસ કરતાં, ચાલકે ગાડી હંકારી મૂકી હતી. જેથી ટીમ દ્વારા ગાડીનો પીછો શરૂ કરવામાં આવ્યો હતો. અંતે વસો નજીક રામપુર ગામની સીમમાંથી ગાડીને આંતરીને રોકવામાં આવી હતી. દારૂની હેરાફેરી કરી રહેલો શખ્સ ભાગવા જતાં, તેને પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. તેણે પોતાની ઓળખ મનુ ઉર્ફે વિનુભાઇ સોમાભાઇ પરમાર (રહે.લક્ષ્મીપુરા પરામાં, તાબે ભૂમેલ) તરીકે આપી હતી. જેથી પોલીસે ગાડીમાં તપાસ કરતાં, તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસઇે ગાડી, મોબાઇલ, રોકડા તથા દારૂ મળી કુલ રૂ.4,04,600 નો મુદ્દામાલ કબજે લઇ, મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂની હેરાફેરીના બનાવમાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...