તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઇમંદિરની ગાદીના ઉત્તરાધિકારી તરીકે બાલેન્દુ મહારાજની ચાદરવિધિ સંપન્ન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત મહિને માઇમંદિરના મહંત પ.પૂ. 1008 માઇ ધર્માચાર્ય ભગવતી કેશવ ભવાની મહારાજ બ્રહ્મલીન થયા હતા. બાદમાં આ મંદિરની ગુરૂગાદીના ઉત્તરાધિકારી તરીકે તેઓના પૌત્ર માઇ ધર્માચાર્ય પ. પૂ. 1008 બાલેન્દુ મહારાજનો અભિષેક સાથે ચાદરવિધિ મંદિરમાં સંપન્ન કરાઇ હતી. આ પ્રસંગે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત પૂ. દિલીપદાસજી મહારાજ, નડિયાદ બ્રહ્મર્ષિ આશ્રમના પૂ. ડાહ્યાભાઇ શાસ્ત્રી, પૂ. અવિચલદાસજી મહારાજ, ગૌભક્ત પૂ. ચૈતન્ય શંભુ મહારાજ, નડિયાદ અંબાઆશ્રમના પૂ. અંબાપ્રસાદ મહારાજ, પૂ. હસમુખ મહારાજ તથા બીએપીએસ સ્વામિનારાયણના સંતો-મહંતો સહિત સ્થાનિક અને અમદાવાદ સહિતના માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...