તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદ કોર્ટ નજીક વકીલ પર ધારિયાથી હુમલાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદ કોર્ટની બહાર મોદજનો નિવૃત્ત પોલીસકર્મી હાથમાં ધારિયું લઇને વકીલની પાછળ તેને મારવા દોડતાં ચકચાર મચી હતી, જોકે આ સમયે અન્ય વકીલો ત્યાં આવી ગયા હતા અને મામલો શાંત પાડ્યો હતો. આ મામલે મહેમદાવાદ પોલીસ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

મહેમદાવાદ ખાતે રહેતા અને વકીલ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રકુમાર હિંમતસિંહ ચૌહાણ ગુરૂવારે કોર્ટમાં હાજર હતા. આ સમયે ગામમાં રહેતા રાવજીભાઇ ડાહ્યાભાઇ ચૌહાણ અને ફુલાભાઇ ભાથિજીભાઇ ચૌહાણ ત્યાં આવી પહોંચ્યા હતા. રાવજીભાઇએ મહેમદાવાદ પોલીસ મથકે ફુલાભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હોવા છતાં બંને સાથે આવતાં જીતેન્દ્રકુમારને શંકા ગઇ હતી. જેથી તેમણે પોતાના મોબાઇલમાં વિડીયો ઉતારવાનો શરૂ કર્યો હતો. જેને પગલે ઉશ્કેરાયેલા રાવજીભાઇએ વકીલ જીતેન્દ્રભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારબાદ અપશબ્દો બોલતાં બોલતાં બંને આગળ નીકળ્યા હતા. પછી એકાએક ફુલાભાઇ રીક્ષામાંથી ઉતર્યા હતા અને રાવજીભાઇ હાથમાં ધારિયું લઇને જીતેન્દ્રભાઇને મારવા જતાં હતા ત્યાંજ સાથી વકીલોએ વચ્ચે પડીને જીતેન્દ્રભાઇને બચાવી લીધા હતા. આ મામલે મહેમદાવાદ પોલીસે જીતેન્દ્રભાઇની ફરિયાદના આધારે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...