કપડવંજમાં ધારિયું, ખંજર ને તલવારથી સામસામે હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ શહેરમાં રહેતી મહિલા અને તેના પુત્રને સ્થાનિક ત્રણ શખસે અપશબ્દો બોલી, મારમારી ખંજર વડે હુમલો કરી ઇજા પહોંચાડી પલાયન થઇ ગયાની ફરિયાદ મહિલાએ કપડવંજ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી છે. જ્યારે સામાપક્ષે યુવાન ઉપર ધારિયું, તલવાર, દંડા વડે હુમલો કર્યો હતો.

કપડવંજના સુભાષચોકમાં રહેતાં ચેતનભાઇ બારૈયાના પત્ની મીનાબેનને તાપણી કરતી વખતે નાગરવાડામાં રહેતાં હરપલ વિરલભાઇ પરીખે હાથમાં પૈસા રાખી હું પૈસાવાળો છું અને હું દાદા છું તેમ જણાવતાં મીનાબેને તેમના પુત્રને જાણ કરતાં બન્ને ઠપકો આપવા જતાં વિરલ હસમુખભાઇ પરીખ, ભાવેશ ભાગવતપ્રસાદ બ્રહ્મભટ્ટ, હરપલ વિરલભાઇ પરીખએ એકસંપ કરી મારમારી, ખંજર મારવા જતાં બચાવવા વચ્ચે પડતાં મીનાબેનને ઇજા પહોંચાડી હતી.

સામાપક્ષે વિરલભાઇ હસમુખ પરીખે ફરિયાદ નોંધાવી હતી કે, ગામના જ ભાવેશ રાજેશ સોઢાપરમાર, અક્ષય ચેતનભાઇ બારૈયા, બાબુ મનોજભાઇ રાજપૂત, કાળીયો દાબેલીવાળાએ મળી ચિંતનભાઇ સાથેની જૂની અદાવતની દાઝ રાખી અપશબ્દો બોલી માર માર્યો હતો.પોલીસે બન્ને પક્ષ સામે ગુનો નોંધ્યો હતો.

ઠપકો આપવા જતાં માતા-પુત્રને મારમારી ધમકી આપી


અન્ય સમાચારો પણ છે...