તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહુજમાં બાઇક સાઇડમાં લેવા કહેતાં હુમલો કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદ ખાતે રહેતા રાજેશભાઇ કલાભાઇ સોઢાપરમાર તેમનું બાઇક લઇને સિંહુજ ચોકડી તરફ જતાં હતા તે સમયે વડવાળા બસ સ્ટેન્ડ પાસે અજય રામસિંહ પરમાર તથા હરીશ અરવિંદભાઇ પરમાર બાઇક લઇને રોડની વચ્ચે ઉભા હોવાથી, રાજેશભાઇએ તેમને બાઇક સાઇડમાં કરવાનું કહેતા બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. તેમણે ફોન કરીને જિગ્નેશ રામસિંહ પરમાર તથા હિતેશ ભીખાભાઇ પરમારને ફોન કરીને બોલાવતાં, ચારેય શખસો મળીને રાજેશભાઇને મારમારતાં હોવાથી દિનેશભાઇ સોઢાપરમાર વચ્ચે છોડાવવા પડતાં ચારેય શખ્સોએ તેમને પણ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે દિનેશભાઇ છગનભાઇ સોઢાપરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...