તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકલાસી પાસેના ફતેપુરામાં રૂપિયા પરત માંગતા હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ નજીક ફતેપુરા (હાથીપુરા) ખાતે રહેતા રમેશભાઇ છોટાભાઇ પરમારે તેમના ભાઇ ચુનીભાઇને હાથ ઉછીના રૂ.3 હજાર આપ્યા હતા. જે પૈસા તેઓ પરત માંગતા હોવા છતાં તેઓ આપતાં ન હતાં. બુધવારે રમેશભાઇ મંદિર તરફ જઇ રહ્યા હતા તે સમયે રાજેશ ફતેસિંહ પરમારે તું પૈસા કેમ માંગે છે તેમ કહી લાકડીથી રમેશભાઇને માર માર્યો હતો. આ સમયે બાબુ ફતેસિંહ પરમાર, અજીત ચુનીભાઇ પરમાર તથા અર્જુન ચુનીભાઇ પરમારે ભેગાં મળીને માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે રમેશભાઇની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...