ખાંધલી ગામ પાસે બાઇક ચાલકેે 3 મહિલાઓને અડફેટે લીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતર તાલુકાના ખાંધલી ગામ નજીકથી બેફામ ગતિએ પસાર થઇ રહેલા બાઇક ચાલકે માર્ગ ઉપરથી પસાર થઇ રહેલ 3 મહિલાઓને અડફેટે લેતાં તેમને ઇજા થઇ હતી. અકસ્માત સર્જી બાઇકનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માતર તાલુકાના ખાંધલી ગામની સીમમાંથી હંસાબેન મેલાભાઇ પરમાર, વિભાબેન તથા રેખાબેન ચાલતાં પસાર થઇ રહ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવેલ બાઇકના ચાલકે ત્રણેયને અડફેટે લેતાં તેઓ માર્ગ ઉપર પટકાતા તેમને ઇજા થઇ હતી. અકસ્માત સર્જી બાઇક સવાર 3 યુવકો ભાગી ગયા હતા. જોકે હંસાબેને તેમને જોઇ લીધા હતા. જેમાં બાઇક બન્ટી નવીનભાઇ મકવાણા ચલાવતો હતો અને તેની સાથે ગામના જ તેના બે મિત્રો હતા. આ મામલે હંસાબેને માતર પોલીસ મથકે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ બન્ટી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...