ગુજરાતના 406 સામે આંધ્રએ 208 રનમાં 7 વિકેટ ગુમાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત અને આંધ્રપ્રદેશની ટીમ વચ્ચે રમાઇ રહેલી રણજી ટ્રોફીની મેચના ત્રીજા દિવસે ગુજરાતે પોતાની પારી 406 રને પૂર્ણ કરી હતી.

રણજી ટ્રોફી મેચના ત્રીજા દિવસે ગુજરાતની ટીમે 406 રન બનાવ્યા હતા. બાદમાં બીજી ઇનીંગમાં બેટિંગ ઉપર ઉતરેલી આંધ્ર પ્રદેશની ટીમે દિવસના અંતે 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે અક્ષર પટેલે 5 વિકેટ લઇને આંધ્રપ્રદેશના બેટ્સમેનોને હંફાવી દીધા હતા. આંધ્ર પ્રદેશના બેટ્સમેન કરણ શિંદેએ 64 રન, બી. સુમાથે 47 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 73 રન આપીને 5 વિકેટો ઝડપી હતી, જ્યારે સિધ્ધાર્થ દેસાઇએ 77 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ગુજરાત 406 રન : બીજીની ઇનિંગમાં આંધ્રના 208/7


અન્ય સમાચારો પણ છે...