વિદેશી દારૂ સાથે અમદાવાદના શખ્સની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | નડિયાદ ટાઉન ડી-સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, એક શખ્સ બે થેલામાં ઇંગ્લિશ દારૂની બોટલ લઇ નડિયાદ રેલ્વે સ્ટેશન તરફથી શ્રેયસ ગરનાળા પાસે આવેલી બ્લ્યુ રૂમ હોટલ પાસે આવી રહ્યો છે. જેથી પોલીસ વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમી મુજબનો શખ્સ આવતાં તેને રોકી તેનું નામ પૂછતાં, તેણે પોતાની ઓળખ શુભમ સંજયભાઇ મનવરે (રહે.કઠવાડા, અમદાવાદ)નો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેના થેલામાં તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ મળી હતી. પોલીસે દારૂની 159 બોટલ મોબાઇલ મળી કુલ રૂ.26,500નો મુદ્દામાલ કબજે લીધો હતો.