તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં વ્યાયામ મંદિરમાં ગ્રીષ્મ શિબિર યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના વ્યાયામ મંદિર ખાતે વેકેશન દરમિયાન ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતોનું કોચીંગ શિબિરમાં આપવામાં આવશે.

નડિયાદની 102 વર્ષ જૂની સંસ્થા દ. વિ. સો. સા. વ્યાયામ મંદિરમાં 6મી, મે 19 થી તા 26મી મે, 19 (21 દિવસ) ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમતો જેવી કે કબડ્ડી, બાસ્કેટબોલ, સ્કેટીંગ, પેન્સિલ સ્ક્રેચ, ડ્રોઇંગ, કલાસિક એન્ડ વેસ્ટર્ન ડાન્સ, કરાટે, ચેસ, જુડો તથા રૂબીક્સ ક્યુબ વિગેરે રમતોમાં બાળકો ભાગ લઇ શકશે. નામ નોંધાવવાની છેલ્લી 30મી, એપ્રીલ 19 સુધીમાં ફોર્મ ભરી જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...