તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લામાં ઉત્તરાયણ દરમિયાન દોરીથી પક્ષીઓને થતી ઇજા સંદર્ભે કરૂણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે જાગૃતિ લાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન 2020નો 10મીથી 20મી જાન્યુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને નડિયાદ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર આઈ.કે. પટેલે લીલીઝંડી આપી હતી. આ રેલી સરદાર ભવનથી કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. આ રેલીમાં વન અધિકારી એન.એસ. પટેલ, પશુપાલન અધિકારી વી.કે. જોષી, જિલ્લા શિક્ષણાધિકારી, આરએફઓ એન.એ. વણકર, વિવિધ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરીકો જોડાયાં હતાં. પક્ષી બચાવવા માટેના બેનરો અને નારાઓ સાથે વિદ્યાર્થીઓએ જીવદયા માટે જાગૃતિ ફેલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો