તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક દલિત કન્યાનું અપહરણ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એક દલિત કન્યાનું અપહરણ કરી નરાધમોએ તેની સાથે દુષ્કર્મ આચરી કરેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચોમેરથી આ ઘટના સામે લોકો ફિટકાર વરસાવી નરાધમોને કડક સજાની માગણી કરી રહ્યા છે, ત્યારે આ નિંદનીય ઘટનાના વિરોધમાં સોમવારે ખેડા જિલ્લામાં બે અલગ-અલગ આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. જે પૈકી નડિયાદખાતે કલેક્ટરને તથા ઠાસરામાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી, અને નરાધમોને સખત સજા કરવાની માંગ કરી હતી. નડિયાદ ખાતે કલેક્ટર આઇ. કે. પટેલને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને યુવા ક્ષત્રિય સેના ગુજરાતના નેજા હેઠળ કાર્યકરો દ્ધારા આવેદનપત્ર આપી દલિત કન્યા સાથે બનેલી ઘટનાનો સખત વિરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો