તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધા નજીક કારની ટક્કરે રાહદારીને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુધા નજીક ઇકો ગાડીની ટક્કરે રાહદારીને ઇજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે મહુધા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર ઇકો ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કપડવંજ - નડિયાદ રોડ ઉપર મહુધા ઉર્દૂ સ્કુલની પાસેથી બેફામ ગતિએ પસાર થઇ રહેલ ઇકો ગાડીના ચાલકે માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા મુનાફ ઉર્ફે રાજા મુર્તુઝામીયાં મલેકને અડફેટે લેતાં તેમને પગમાં ઇજા થઇ હતી. અકસ્માત સર્જી ઇકો ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ મામલે મહુધા પોલીસે અકસ્માત સર્જનાર ઇકોના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...