તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિ.પંચાયતની સભામાં 538.98 લાખની પુરાંતવાળા બજેટને બહાલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લાપંચાયત, નડિયાદની સામાન્ય સભા જિ.પં.પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવારે જિલ્લાપંચાયત કચેરીના પટેલ હોલમાં મળી હતી. આ સભામાં ડીડીઓ ડી.એસ.ગઢવી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જે સભામાં વર્ષ 2020-2021 ના રૂ.538.98 લાખની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. તેવી જ રીતે, મહાત્મા ગાંધી મનરેગા યોજના વર્ષ 2020-21ના લેબર બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી નયનાબેન પટેલે કહ્યું કે, જિલ્લાની 41 ગ્રામપંચાયત રિપેર કરવા સરકારમાં દરખાસ્ત કરાઇ હતી.જે પૈકીની 19 ગ્રા.પંચાયતની મંજૂરી મળી ગઇ છે.તેના નકશા, ડીઝાઇન બનાવવા એજન્સી રોકવામાં આવશે. આ સાધારણસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રજૂ થયેલાં પ્રશ્નોના ઉત્તરો પ્રમુખ દ્વારા આપવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધી મનરેગા યોજના વર્ષ 2020-21ના લેબર બજેટને મંજૂરીની મહોર

આરોગ્ય-શિક્ષણને સ્વભંડોળમાંથી 10-10 લાખની જોગવાઇનો ઠરાવ

સભામાં જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા બાબુભાઇ સોલંકીએ બજેટમાં નાની સિંચાઇને અગ્રતા આપવાની સાથે શિક્ષણ અને આરોગ્ય માટે પણ ફંડ ફાળવવાની રજૂઆત કરી હતી. જે બાબતે અધ્યક્ષસ્થાનેથી નયનાબેન પટેલ દ્વારા શાળાઓને ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરવા માટે 10 લાખ અને આરોગ્ય શાખામાં જરૂરી દવાઓ વગેરે સવલત માટે 10 લાખની સ્વભંડોળમાંથી ફાળવણી કરવાની જોગવાઇનો ઠરાવ કરવામામાં આવતાં સભ્યોએ બહાલી આપી પાટલીઓ થપથપાવી હતી

વરસોલા ગેસ ગળતરનો પ્રશ્ન ઉઠ્યો

જિલ્લા પંચાયતના સભ્ય પરબતસિંહ સોઢાએ પ્રશ્ન ઉઠાવતાં કહ્યું હતું કે, વરસોલા ગામની પ્રાથમિક શાળાની બાજુની ફેક્ટરીના ગેસગળતરના કારણે ત્રણ બાળકો બેભાન થઇ ગયા હતા. જે કંપનીને એન.એ. કરતી વખતે જિલ્લા પંચાયતમાંથી એનઓસી-મંજૂરી કેવી રીતે આપવામાં આવી હતી ? તેની કોઇ તપાસ કરાઇ હતી કે નહિ ? જે બાબતે ડેપ્યુટી ડીડીઓએ કહ્યું કે, જિલ્લાપંચાયત કચેરી પાસે વરસોલા ફેક્ટરીનો સર્વે નંબર અને તેનો કોઇ રેકર્ડ મળતો નથી. તે મળી જશે એટલે સંતોષકારક જવાબ આપવામાં આવશે. એટલે કે, સભ્યને ઠાલેઠાલી હૈયાધારણા આપવામાં આવી હતી. અધ્યક્ષે તપાસ કરવાની ખાતરી આપી હતી.

આપણાં 44 સભ્યોને તેમના મતવિસ્તારના ગામોના કામો લાવવા માટે 20-20 વખત ફોન કરવા પડે છે, ટકોરા મારી કામ માગવા પડે છે. તમે કામ લાવો અમારે લોકોના કામો કરવા છે. સરકારી ગ્રાન્ટ વાપરવી છે એને પરત જવા દેવી નથી. તમામ ઠરાવોને બહાલી સાથે આજની સાધારણ સભા માત્ર 14 મિનિટમાં જ આટોપી લેવાઇ હતી. > નયનાબહેન પટેલ, પ્રમુખ, જિલ્લા પંચાયત, ખેડા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો