તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લામાં સોમવારે સર્જાયેલા અકસ્માતના 2 બનાવમાં 2 વ્યક્તિઓના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લામાં સોમવારે સર્જાયેલા અકસ્માતના 2 બનાવમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. અલીન્દ્રા નજીક કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 માસના માસુમ બાળકનું માતાની નજર સામે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હાલમાં આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અલીન્દ્રા નજીક નવી ખરી પાસે બેફામ ગતિએ પસાર થઇ રહેલી કારના ચાલકે રીક્ષાને અડફેટે લેતાં, રીક્ષા પલ્ટી મારી જતાં, 7 માસના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. ભરકુંડાથી સુરાશામળ ખાતે પોતાના પિયરમાં આવેલ મનિષાબેનના 7 માસના પુત્ર સ્મિતની તબિયત નાદુરસ્ત હતી. જેથી મનિષાબેન તેમની બહેન વર્ષા સાથે રીક્ષામાં નડિયાદના ખાનગી દવાખાનામાં પુત્રને સારવાર માટે લઇને આવ્યા હતા. પુત્રની દવા લઇને તેઓ પરત સુરાશામળ જઇ રહ્યા હતા તે સમયે અલીન્દ્રા નજીકથી બેફામ ગતિએ પસાર થઇ રહેલી કારના ચાલકે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા પલ્ટી મારી ગઇ હતી. જેમાં 7 મહિનાના માસુમ સ્મિતનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. માતર ખાતે રહેતા યશ રાજેશભાઇ અલવાડી સોમવારે પોતાના નાની કમળાબેન પ્રજાપતિ (ઉ.વ.78)ને માતરથી નડિયાદ મૂકવા માટે આવી રહ્યા હતા. તે સમયે બધિર વિદ્યાલય પાસે કમળાબેનને બાઇક ઉપરથી પટકાતા તેમને માથામાં ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. વડથલ નજીક ટ્રકની ટક્કરે એક્ટિવા લઇને પસાર થઇ રહેલા આધેડનું મોત નીપજ્યું હતું. જોકે 108 ની ટીમે ઘવાયેલા લાલભાઇ ભોઇને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યારે રમણ ધનાભાઇ ભોઇ (ઉ.વ.45) (રહે.અમદાવાદ) નું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો