તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોર નજીક બોલેરો-રિક્ષા વચ્ચે અકસ્માતમાં 2ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરા તાલુકાના મરઘાકુઇ નજીક પરપ્રાંતીય બોલેરો જીપ અને લોડિંગ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં લોડિંગ રિક્ષાચાલક સહિત બેને ઇજા થતાં પ્રથમ ડાકોર બાદ કરમસદ દવાખાને ખસેડાયા હતા.

ઠાસરા તાલુકાના મરઘાકુઇ ગામે રહેતાં ગણપતભાઇ પ્રભાતભાઇ પરમારે ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર તેઓ ગત તા.10/12 ના સાંજે 16/45 કલાકે પોતાની લોડિંગ રિક્ષા લઇને ડાકોર-ઉમરેઠ રોડ પરથી પસાર થતાં હતા, ત્યારે રાજસ્થાન રાજ્યના રજિસ્ટ્રેશનની બોલેરો જીપના ચાલકે તેની ગાડી પુરઝડપે બેફિકરાઇથી હંકારી ફરિયાદીની લોડિંગ રિક્ષાની સાથે અકસ્માત સર્જી તેના ચાલક દીનેશભાઇ ભોઇ તથા સાહેદ રવિન્દ્રભાઇ પરમારને ઇજા પહોંચતા ડાકોર બાદ કરમસદ દવાખાને ખસેડાયા હતા. ડાકોર પોલીસે બોલેરો જીપના ડ્રાઇવર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...