વસો અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લામાં શુક્રવારે બપોરે વસો અને કપડવંજમાં બે ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. આ ઉપરાંત નડિયાદમાં પણ અડધો ઇંચ વરસાદ થયો હતો. નડિયાદમાં 12 મી.મી.થી પણ વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડામાં 9 મી.મી., મહુધામાં 8 મી.મી., કઠલાલમાં 6 મી.મી., તથા મહેમદાવાદમાં 5 મી.મી. ઉપરાંત ઠાસરા અને ગળતેશ્વરમાં પણ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ રવિવાર સાંજ સુધી વરસાદની આગાહી કરાઇ છે. વરસાદના કારણે નવરાત્રિ મહોત્સવ પર માઠી અસર થાય તેવી ભીતિ છે. જો વરસાદ ચાલુ રહે તો ઉજવણીના ભંગ પડવાની ચિંતા ખેલૈયાઓને સતાવે છે.

કપડવંજમાં શનિવારે બપોરે ધોધમાર વરસાદ પડતા ઢીંચણસમા પાણી ભરાયાં.

મનોરજીના મુવાડામાં વીજળીથી ભેંસનું મોત
કઠલાલ તાલુકાના ફાગવેલ નજીકના મનોરજીના મુવાડાની સીમમાં શુક્રવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથેના વરસાદી માહોલમાં વીજળી પડતાં એક ભેંસનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...