તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડા જિલ્લાનાં 108 તળાવોને લોકભાગીદારીથી ઉંડાં કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડા જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચયના બીજા ચરણનો નડિયાદ તાલુકાના ભુમેલથી પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના 108 તળાવોને ઉંડા કરવા તથા 245 કિલોમીટર નહેરો અને 228 કિલોમીટર કાંસની સફાઇ સહિત 33 ચેકડેમની મરામતનું કામ હાથ ધરાશે.

ભુમેલથી સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં જળ સંચય, જળ સંગ્રહના તળાવો ઉંડા કરવા ચેકડેમ, નહેરોની મરામત, કાંસોની સફાઇ, નહેરની સપાઇ, ખેત તલાવડીના 563 કામો હાથ ધરવામાં આવશે. જિલ્લાના 10 તાલુકાઓમાં લોકભાગીદારીથી 108 તળાવો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરાશે. જેને પરિણામ સ્વરૂપ જિલ્લાભરમાં 22 લાખ ઘનમીટર પાણીનો સંગ્રહ થશે. ગત વર્ષે 859 જેટલા જળસંચય, જળ સંગ્રહના કામો કરી 115 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. આ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એન.આર. સોલંકીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં જળસંચય અભિયાન દરમિયાન નહેરની સફાઇના કુલ 232, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જળ સંચયના 142, વોટરશેડના 77, વન વિભાગ દ્વારા જળ સંચય, જળ સંગ્રહના 101 તેમજ નગરપાલિકા દ્વારા તળાવ ઉંડા કરવાના કામો સહિત કુલ 563 કામો હાથ ધરાશે. આ ઉપરાંત જિલ્લામાં લોકભાગીદારીથી 108 તળાવો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો