Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Nadiad » Work of Vasna-Mahishya road and bridge from last 1 year to non-stop

વાસણા-મહિસા રોડ અને પુલનું કામ છેલ્લા 1 વર્ષથી અધ્ધરતાલ

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 12:04 AM

12થી વધુ ગામના લોકોને અવરજવરમાં પડતી મુશ્કેલી

  • Work of Vasna-Mahishya road and bridge from last 1 year to non-stop

    નડિયાદ: મહુધા તાલુકાના વાસણા-મહીસા રોડ પરની લુણી નદી ઉપર પુલ તથા રોડનું કામ છેલ્લા એક વર્ષથી બંધ હોવાથી ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધના ભાગરૂપે સોમવારે કલેક્ટર કચેરીમાં આવેદનરૂપે રજૂઆત કરી ગ્રામજનોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડતો હોવાની વ્યથા વ્યક્ત કરાઇ છે. આ રજુઆતમાં મહુધા ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર પણ જોડાયાં હતાં.

    વાસણાથી મહીસાને જોડતા 2 કિ.મી.ના માર્ગ પર આવતા 12થી વધુ ગામના રહીશો રસ્તા અને પુલના ખોરંભે પડેલા કામથી ત્રસ્ત થઇ ગયા છે. આ સમસ્યાના કારણે છેલ્લા એક વર્ષથી વાસણા ગામમાં બસની અવરજવર પણ બંધ થઇ ગઇ છે. બંન્ને ગામો વચ્ચે રસ્તા અને પુલનું કામ આરએન્ડબી (પંચાયત)ની દેખરેખ હેઠળ એજન્સી દ્વારા કરાવવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી કામ ખોરંભે પડતા સમરસ ગ્રામ પંચાયત, વાસણાના સરપંચ અનુબેન પટેલ અને ગ્રામજનો દ્વારા કલેક્ટર તથા ડીડીઓ સહિત અન્ય અધિકારીઓને આવેદનમાં જણાવ્યું છે કે અનેક રજૂઆતો છતાં કામ શરૂ કરવામાં આવ્યું નથી. તંત્ર અને એજન્સી દ્વારા કોઇ જવાબ અપાતો નથી.

    સાત દિવસનું અલ્ટીમેટમ નહીં તો આંદોલન

    વાસણા-મહીસા વચ્ચેના રસ્તા અને પુલનું કામમાં કોન્ટ્રાક્ટર ગુણવત્તા સભર અને સરકારી ધારાધોરણ મુજબ કામ કરતા ન હોવા છતાં તેઓને બીજા કામો પણ ફાળવી દેવાતા અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપો સાથે 7 દિ’નું અલ્ટીમેટ અપાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending