ટીપે ટીપે સરોવર ભરાય એ ટીપાં શીદને વેડફાય

The dripping tip of the droplet is filled with water
Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 11:27 PM IST

નડિયાદ: નડિયાદના આંગણે બાપ્સ સ્વામીનારાયણ મંદિરમાં જળના જનત અંગે પૂ.જ્ઞાનવિજય સ્વામીએ મનનીય પ્રવચન આપ્યું હતું. ટીપે ટીપે સરોવર ભરાયએ ટીપાં શીદને વેડફાય તેવી કહેવત કહીને પૂ.જ્ઞાનવિજય સ્વામીએ જણાવ્યું હતું કે, હાલ વર્તમાન સમયમાં સમાજને કેટલાક પ્રશ્નો છે. ભૌતિકતાને લીધે ઘણા પ્રશ્નો સર્જાય છે, નાની - નાની વાતોમાં ગેરસમજ ઉભી થાય અને લોકો આત્મહત્યા કરી છે. અરસપરસની નાની નાની ભૂલોને કારણે પ્રશ્નો મોટું સ્વરૂપ લઇ લે છે.

સંયુક્ત પરિવારમાંથી પરિવારો વિભક્ત થવા લાગ્યા છે એટલે પારિવારિક એકતા જરૂરી છે. પારિવારિક એકતા સમાજનું મોટું અંગ છે. ઘરસભા કરવાથી નાના નાના પ્રશ્નો હલ થાય છે અને પારિવારિક સંબંધો વધુ મજબુત બને છે. આ પ્રસંગે નડિયાદ યોગી ફાર્મ ખાતે 3000 થી વધુ લોકોએ સત્સંગ સભાનો લાભ લીધો હતો. પૂ.જ્ઞાનવિજય સ્વામિ, જ્ઞાનનયન સ્વામિએ ઘરસભાનો મહિમા સમજાવ્યો હતો. કોઠારી સ્વામિ, શાંતપુરૂષ સ્વામિ તથા ભંડારી સ્વામિ અને હરિભક્તોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ડો. સ્વામી વરસોથી એક જ ડોલથી ન્હાય છે


સંસ્થાના સદ્દગુરૂ સંત ડો.સ્વામિ કેટલાય વર્ષોથી એક જ ડોલથી નહાય છે. હાલ તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ખુરશીમાં બેસીને સ્નાન કરે છે. ખુરશીને નીચે તેઓ એક ટબ મૂકે છે, જે ડોલના પાણીથી ન્હાય તે વધારાનું પાણી નીચેના ટબમાં ભેગું થાય, તે પણ ઉપયોગમાં લે છે. તેઓ પોતાના ચંપલમાં ભરાયેલું પાણી પણ ભેગું કરે છે, આ પાણીનો શૌચાલયમાં ઉપયોગ તેઓ ઘણાં વર્ષોથી કરે છે.

ઘર સભા એટલે ઘરની શોભા : પૂ.મહંત સ્વામિ


ગૃહશાંતિનો રાજમાર્ગ એટલે ઘરસભા. સંપેલો પરિવાર હશે તો પ્રગતિ, સમૃધ્ધિ, શાંતિ મળશે. ઘરસભા એટલે ફક્ત ભજન કરવું એવું નથી. ઘરસભા એટલે ઘરના બધા ભેગા બેસી એકબીજાના વિચારો આદાન પ્રદાન કરવા, સામાજીક, આર્થિક, ધાર્મિક વાતો કરીને ઘરના, એક બીજાના, પ્રત્યે પારિવારિક એકતા કેળવવી. 4 ના યુગમાં નવા યુગને કંટ્રોલ કરવો જરૂરી છે, તેઓને સંસ્કાર આપવા જરૂરી છે. પહેલા ટેવ પાડો અને પછી ટેવ તમને પાડશે.

X
The dripping tip of the droplet is filled with water
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી