નડીયાદઃ બોગસ ડોક્ટરનાં કારનામાં ખૂલ્યાં, મહિલાના પતિને પણ ઇન્જેક્શન આપતો હતો

DivyaBhaskar.com

Oct 12, 2018, 03:07 PM IST
બોગસ ડોક્ટરનો ભોગ બનેલી મહિલાઓએ ગુરૂવાર સાંજે ડાકોરમાં એકત્ર થઇ હતી.
બોગસ ડોક્ટરનો ભોગ બનેલી મહિલાઓએ ગુરૂવાર સાંજે ડાકોરમાં એકત્ર થઇ હતી.
The bogus doctor gave injections to the womans husband and one woman died in the treatment
The bogus doctor gave injections to the womans husband and one woman died in the treatment
The bogus doctor gave injections to the womans husband and one woman died in the treatment

નડિયાદ: ઠાસરા તાલુકાના ઢુણાદરાના બોગસ ડોક્ટરના અનેક કારનામા ગુરૂવારના રોજ ખુલ્યાં હતાં. આ બોગસ ડોક્ટરનો ભોગ બનેલી 25થી વધુ મહિલાઓ એકત્ર થઇ હતી અને તેઓએ પોતાની સાથે થયેલા અનુભવ વર્ણવ્યાં હતાં. જે સાંભળી હાજર સૌના રૂંવાટાં ઊભાં થઇ ગયાં છે. કેટલીય મહિલાઓએ સંતાનના કોડ સાથે સીમંત પણ ભર્યા હતા અને હાલમાં સારવાર લઇ રહેલી કેટલીક મહિલાઓના સીમંતની તારીખો પણ નક્કી થઇ હતી. જોકે આરીફનો ભાંડો ફુટ્યા બાદ હાલમાં આ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઠાસરામાં નિ:સંતાન મહિલાઓને ભોળવી તેની સારવાર કરનારાં આરીફ પઠાણના અનેક કારનામા બહાર આવ્યાં છે. આ શખસ મહિલાઓને સંતાનમાં પુત્ર જોઇતો હોય તો તેની માટે 25 હજાર અને પુત્રી જન્મ માટે 17 હજાર અલગથી લેતો હતો. બે દિવસની તપાસમાં જ 60 જેટલી મહિલાઓ આગળ આવી છે અને તેની સાથે થયેલા અનુભવોનો કહ્યાં હતાં. એક જ મહિલા પાસે તે લાખ રૂપિયાથી અઢી લાખ સુધી ખંખેરતો હતો. જેમાં મોટા ભાગની રકમ તે દવા વડોદરા કે બેંગલોરૂથી મંગાવવાની વાત કરી એડવાન્સ લેતો હતો. આરીફ દવાનું પત્તું નહીં પણ પડીકીમાં જ આપતો હતો.


આશ્ચર્યજનક બાબત એ છે કે, નિ:સંતાન મહિલાઓની સારવાર દરમિયાન તે મહિલાના પતિને પણ ઇન્જેકશન આપતો હતો. આ ઇંજેકશન શેના હતા તે કોઇને ખબર ન હોઇ, તેની કોઇ આડ અસર થઇ છે કે કેમ ? તે બાબતે હાલમાં પરિવારજનો ચિંતા અનુભવી રહ્યા છે. પોલીસની તપાસ સામે પણ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સંતાનના કોડ સાથે મહિલાઓના સીમંત પણ ભરાયા


આરીફે મહિલાઓને એ હદે વિશ્વાસમાં લઇને છેતરી હતી કે, મહિલાઓના સીમંત પણ ભરાયા હતા અને તેમાં ખુદ આરીફે હાજરી પણ આપી હતી અને તેમાં વ્યવહાર પણ કર્યા હતા. હાલમાં આરીફની સારવાર લઇ રહેલી કેટલીક મહિલાઓની સીમંતની તારીખ પણ નક્કી થઇ હોઇ, હાલમાં આ મહિલાઓ પણ આઘાતમાં છે.

પ્રેગ્નેન્સી માટેના ટેસ્ટમાં પણ હાથની સફાઇ

આરીફ પ્રેગ્નેન્સી માટેના ટેસ્ટ માટે જે સ્ટ્રીપ વાપરતો હતો તેમાં તમામ મહિલાઓના ટેસ્ટ પોઝિટીવ આવતાં હતા, જોકે આ મહિલાઓ બજારમાંથી આ સ્ટ્રીપ લાવીને ટેસ્ટ કરે તો તેમાં નેગેટીવ આવતો હતો. આ બાબતે શંકા ગઇ હતી, પરંતુ આરીફે મહિલાઓને વિશ્વાસમાં લઇ લીધી હતી.

મમતા કાર્ડ પણ કઢાવ્યા

આરીફે મહીલાઓને છેતરવામાં કાંઇ બાકી નથી રાખ્યું. આરીફે કેટલીક મહિલાઓના મમતા કાર્ડ પણ કઢાવ્યા હતા. જોકે સહી-સિક્કા વગરના અને નોંધણી નંબર વગરના મમતા કાર્ડમાં સરકારી બાબુઓની સંડોવણી પણ બહાર આવે તેવી પુરેપુરી શક્યતા છે.


ચોંકાવનારી હકીકત : મૃત પત્નીના ન્યાય માટે પતિ પણ મેદાને


આરીફ પઠાણે ત્રણોલની મહિલાને તેણે 100 જેટલાં ઇંજેક્શન અને ગોળીઓ આપી હતી, જેમાં મહિલાની તબિયત લથડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. પત્નીના મોતને લઈને હાલમાં આરીફ સામે મહિલાના પતિ લડતમાં જોડાયા છે.

ઓપરેશનના બદલે હાથેથી ગાંઠ કાઢી


આરીફે એક મહિલાના ગર્ભાશયમાં રહેલી ગાંઠનું ઓપરેશન કરવાના બદલે હાથ નાંખી કાઢી હતી. આવા રૂંવાટા ખડાં કરી દે તેવા તેના કારનામા સાંભળી હાજર સૌ કૌઈ ચોંકી ઉઠ્યા હતા.


હ્યુમન ટ્રાફિકિંગનો કેસ પણ ખૂલે તેવી શક્યતા


આરીફે સારવાર યોગ્ય ઠેરવવા એક મહિલાની ડિલિવરી કરી હતી અને તેને બાળક અવતર્યું છે, તેવુ સાબિત કરવા બહારથી કોઈનું બાળક લાવ્યો હતો. આ બાબતે સઘન તપાસ થાય તો હ્યુમન ટ્રાફિકિંગ સહિતના કિસ્સા બહાર આવી શકે છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

X
બોગસ ડોક્ટરનો ભોગ બનેલી મહિલાઓએ ગુરૂવાર સાંજે ડાકોરમાં એકત્ર થઇ હતી.બોગસ ડોક્ટરનો ભોગ બનેલી મહિલાઓએ ગુરૂવાર સાંજે ડાકોરમાં એકત્ર થઇ હતી.
The bogus doctor gave injections to the womans husband and one woman died in the treatment
The bogus doctor gave injections to the womans husband and one woman died in the treatment
The bogus doctor gave injections to the womans husband and one woman died in the treatment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી