Home » Madhya Gujarat » Latest News » Nadiad » System Worked For Know The Disable People To Difficulty In Voting

ખેડા જિલ્લાના દિવ્યાંગોને મતદાનમાં પડતી મુશ્કેલી જાણવા તંત્ર કામે લાગ્યું

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 12:45 AM

ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોની સક્રિય ભાગીદારી અંગે સેમિનાર

  • System Worked For Know The Disable People To Difficulty In Voting

    નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધિર વિદ્યાલય ખાતે ચૂંટણી પ્રકિયામાં દિવ્યાંગ મતદારોની સક્રિયા ભાગીદારી વધારવા અંગેનો એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં અધિકારીઓએ મતદાન સમયે દિવ્યાંગોને પડતી મુશ્કેલી અંગે જાણવા પ્રયાસ કર્યો હતો.


    આ સેમીનારને દિપ પ્રગટાવી ખુલ્લો મૂકતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એમ. રાજપૂતે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મતદાન એ દરેક નાગરિકનો પાયાનો હકક છે અને તે માટે દિવ્યાંગજનોને પડતી મૂશ્કેલીઓ, તેઓની ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી અને સૂચનો માટેનો આ એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે. આ સેમિનારના માધ્યમથી જિલ્લામાં વસતા દિવ્યાંગજનોની ભાગીદારી ચૂંટણી પ્રક્રિયામાં સો ટકા થાય અને તેઓને પડતી મુશ્કેલીઓનું સરળતાથી અને ઝડપી નિકાલ કરી શકાય તે ઉચ્ચ હેતુ રહેલો છે.

    દિવ્યાંગજનો મતદાન કરી શકે તે માટે તમામ સગવડ ઉભી કરવા ચૂંટણીપંચ મકકમ છે. આ પ્રસંગે અંધજન મંડળના મનીષભાઇ જાની, બધિર વિદ્યાલયના આચાર્યા પ્રજ્ઞાબેન ગોર, તાલીમ ભવનના આચાર્ય રાજેશ મુલવાણી, સીવીલ સર્જન, ર્ડા. રાજગોપાલ, મહેશભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહયા હતાં અને તેઓના પ્રશ્નોની વિસ્તૃત માહિતી મેળવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ