નડિયાદ: નડિયાદમાં પીજ રોડ પર આવેલ ત્રિલોક સોસાયટીમાં શશીકાન્તભાઇ પટેલના ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી હતી. શશીકાન્તભાઇ પટેલ વૃધ્ધ છે. જેઓ શનિવારે પોતાના ધર્મપત્ની સાથે વડતાલ દર્શનાર્થે ગયા ત્યારે તેઓના ઘરમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા નાસભાગ મચી હતી. જોકે, આગ કાબૂમાં આવતા સૌએ રાહત અનુભવી હતી. જ્યારે ખેડા તાલુકાના ઉમિયાપુરી ગામે આવેલી રાઇસમીલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ચોખાના કણકી સહિતના જથ્થો ખાખ થઇ ગયો હતો. રશ્મિકાંત પટેલની માલીકીની આ મીલમાં આગ લાગ્યાની ખબર મળતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.